#વિશાળ
વિશાળ ર્હદય મધર ટેરેસા નો એક જીવન પ્રંસગ
અલ્બેનયન કુળના ખેડૂત કુટુંબ માં જન્મેલી અગ્ને ગૉન્હા બોજાશહિન સ્થાનિક પ્રાશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. અત્યંત ચંચળ ગૉન્હાએ ભાઈ-બહેનો સાથે ટોળી જમાવીને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓ ને સતત ધમકવતી વર્ગ-શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા, ચેસ્ટા અને બોલવની ઢબની આબાદ નકલ જોય સહુ હસતાં હસતાં બેવડા વડી ગયા. પણ એવામાં એકાએક લાઈટ ગઈ. બાલમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો પાડોસ માં લાઈટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઈટ જ બંધ હતી.
આથી આ બાલિકા દોડીને બાજુમાં કમરામાં એની માતા પાસે ગઈ જોયું તો ત્યાં પણ લાઈટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, 'તારા રૂમની લાઈટ છે અને આમારા રૂમમાં કેમ નથી? રસ્તા પર પણ લાઈટ દેખાય છે.'
ત્યારે એની માતાએ કહ્યું, 'લાઈટ ગઈ નથી, પણ મેં બંધ કરી છે. '
આ સાંભળીને બાળકો એકસાથે બોલી ઉઠ્યાં, 'આવું કેમ કર્યું? '
માતાએ કહ્યું, 'બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્વ્યય કહેવાય.'
આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યા. માતાએ કહ્યું, 'કોયના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાંઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે'. નાનકડી બાલિકા અગ્ને ગૉન્હા બોજાશિન પર માતાની વાતનો આવો પ્રભાવ પડ્યો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પિત કરી દીધું. એ દીનદુઃખીયાની મસીહા સેવિકા બની અને 1979ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ને ગૉન્હા બોજાશીન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતા થયાં.