મહાસાગરમાં બે લાકડા અકસ્માતે મળે;
તેમ આપ મળ્યાં મને મિત્રરૂપે ક્ષણભર,
સાથે રહ્યા,ભણ્યા,જમ્યા,આનંદ કર્યો;
એ થોડાક સુવર્ણકાળ ના તરંગો પર,
એક આવ્યું વિદાયનુ જબરજસ્ત મોજુ;
વિખૂટા પડ્યા આપણે મહાસાગર પર,
થોડા જ ક્ષણની એ મુલાકાત આપની;
ઉભો કર્યો વ્યામોહ અમ હૃદયપટ પર,
મેં પૂછ્યું શું પામ્યું આપે આ ક્ષણોમાં?
આપે કહ્યું સ્મૃતિઓ લીધી જીવનભર.
- હેમિલ ગાંધી