પુસ્તકો જેવું જીવવું છે,
બધું કહીને પણ મુંગુ રહેવું છે...
લોકોને આત્મનિર્ભર બનાવી ને,
પણ પોતે સ્વંય વાચક પર નિર્ભર રહેવું છે...
પુસ્તકો જેવું જીવવું છે,
પ્રેરણા બની ને ખુદ પ્રેરિત થતા રહેવું છે...
લોકો ને જીવતા શીખવાડી,
ખુદની લાગણીઓ નિર્જીવ રાખવી છે...
પુસ્તકો જેવું જીવવું છે,
લોકોને લાખો સપનાઓ દેખાડવા છે...
એ સપનાઓ ને પુરા કરતા શીખવતા રહેવું છે,
ખુદના સપનાઓ ભલે એક વાચક મળે એટલું જ છે...
પુસ્તકો જેવું જીવવું છે,
જ્ઞાન નો વરસાદ અવિરત રાખવો છે...
લોકો ને લાગણીથી ભીંજવી નાંખવા છે,
ખુદના અક્ષરો ભૂંસાય નહિ એટલું કોરું રહેવું છે...
-ભાવેશ ભાવનગરી ✍️