Gujarati Quote in Motivational by Dr Priya Gorasiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશની ઉન્નતિ ની વાતો કરતી સરકાર,
ગરીબો ને થોડી મદદ કરી ખુદના ખિસ્સા ભરતી સરકાર,
ઓળખાણ ના પાયા પર ઇમારત રચતી સરકાર,
ઈમાનદારી ના પાઠ શીખવી ખુદ બેઈમાની કરતી સરકાર!
"વ્યસનમુક્તિ અભિયાન ચલાવે"ને દેશ ની તિજોરીઓ ભરવા વ્યસનના દ્વાર ખોલતી સરકાર!!!
સરકારી નોકરીઓ માટે અવનવી લાલચ આપતી સરકાર,
"ભરતી" કે "બદલી" માટે લાંચ લેતી સરકાર ,
જો અધિકારી ને corona positive આવે તો,
સરકારી કર્મચારીઓની જમાત ભરતી સરકાર,
નેતાઓના વાઘા પહેરીને દાદાગીરી કરતી સરકાર!!
પ્રજા ના મત થી ખુરશી સુધી પહોંચી સરકાર,
ખુરશી પર બેઠા પછી 'ગરીબી' 'બેકારી' અને 'લાચારી' સાવ જ ભુલી ગઈ સરકાર!!
દેશ ના ગરીબ - લાચાર બાળકને ભૂખ્યું કે અભણ જોઈને જેનાં રોમે રોમ માં પીડા પ્રગટે,
શોધું છું એવી માત!! જેનાં કુખે થી બીજો "સ્વામીવિવેકાનંદ " જન્મે!!

by..dr.priyavijay gorasoya
#ઉન્નતિ

Gujarati Motivational by Dr Priya Gorasiya : 111480505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now