"શહીદ શ્રદ્ધાંજલિ" વિચાર.... જે રાષ્ટ્રનું આપણા પૂર્વજોએ નિર્માણ કર્યું છે અને દુશ્મનોથી રક્ષા કરેલી છે તેના નિર્માણ માટે આપણે આપણો ત્યાગ અને બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ.બહારના શત્રુઓથી અને આંતરિક દુષ્ટો તથા અસામાજીક તત્વોથી રક્ષા કરવા માટે હંમેશા દેશનું દરેક બાળક જાન હાથમાં લઈને આગળ વધે છે ત્યારે ભગવાન પણ સમાયંતરે રક્ષા માટે અવતાર લે છે તેઓનું એકમાત્ર લક્ષ રહ્યું છે કે પાપનો નાશ કરવો અને પુણ્યની અભિવૃદ્ધિ કરવી તેના માટે જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેય નું રહસ્ય સમજવું જરૂરી છે જેનાથી જીવન ની જાણકારી થાય તેને જ્ઞાન કહેવાય. અધ્યાત્મ જ્ઞાન તે છે જે જીવનનું લક્ષ્ય બતાવે છે. આપણે ગીતા અને રામાયણ વિશે જાણીએ છીએ પણ તેના જ્ઞાનને આપણે ઓરડીમાં બંધ કરી રાખ્યું છે. રાષ્ટ્રની રક્ષા માટે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના શત્રુઓનો સામનો કરવાનો હોય છે. રાષ્ટ્રની રક્ષા માટે જો કોઈ નો વધ કરવો પડે તો તે આપણો ધર્મ છે તેમ સમજવું. ત્યાગ અને બલિદાનની શ્રેષ્ઠ ભાવના ના બળ ઉપર માનવી પોતાના સ્વાર્થ ભાવ ઉપર વિજય મેળવી રાષ્ટ્રરક્ષા નું યશસ્વી કામ પૂર્ણ કરી શકે છે. આપણા મનમાં રાષ્ટ્ર રક્ષા માટે ત્યાગ અને બલિદાનની ભાવના જીવનના અંતિમ શ્વાસ સુધી રહેવી જોઈએ. અંતમાં આપણા રાષ્ટ્રની રક્ષા માટે આપણે બધા નાગરિકોએ કર્મશીલ અને જાગૃત રહેવું જોઈએ..... શૈલેષ જાની અમદાવાદ