લખે એ બે શબ્દો પણ એ કવિતા નથી,
એ ખાબોચિયા છે માત્ર એ સરિતા નથી.
કરે છે વિલાપ એ સદનમાં બેસીને બધા,
એ માત્ર વાહિયાત વાત છે, ગીતા નથી.
સળગી ગયા નિર્દોષ, હણાય ગયા એતો,
ન થયા અંતિમ સંસ્કાર, એ ચિતા નથી.
ઘોર યુદ્ધ બે થયા આ વિશ્વના પટલ પર,
સ્વાર્થ ભરેલા માનવી ખુદને જીતા નથી.
તમે મારા પગના જખ્મની મજાક કરી જે,
હજુ અમારા જેવા દુઃખ, તારે વિતા નથી.
ચમનને દોષ ન આપ તું ઓ માળી બાગના,
મનોજે પાનખરના આગમનને કીધા નથી.
મનોજ સંતોકી માનસ