અરે રે ઓ મૂર્ખ માણસ! તું સમજ્યો જ નહીં આ ખેલ
હારજીત, પકડાપકડી, ધમાચકડી, કબડ્ડી ને ખેંચાતાણી.
મૂર્ખાઓની દુનિયામાં કેવો હારીને બેઠો છે આ માણસ
જીતવું જ હોય તારે તો, બોલ હવે તું ખાલી મીઠીવાણી.
મૂર્ખાઓને જ અતિ પ્રિય હોય છે મીઠા મીઠા આ બોલ.
લગાવ થોડું માખણ , વિના કામ કર્યેય એ તો પાણીપાણી.
મૂર્ખાઓને મીઠીવાણી, એની જીવન કેરી આ જ કમાણી.
કહે 'પ્રીત' , આ મૂર્ખાઓની દુનિયામાં તું તો ક્યાં સમાણી?
#મૂર્ખ