#મૂર્ખ
*મૂર્ખાઈ*
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા શ્રીમંત મિત્ર રમેશને મળવા ગામડે રહેતો ખેડૂત મિત્ર શામજી આવી પહોંચ્યો. કોરોનાના કપરા કાળમાં પ્રદૂષિત અને સંક્રમિત શહેરમાંથી પોતાના મિત્રના પરિવારને ગામડાની વાડીના પોતાના ઘેર, કુદરતી વાતાવરણમાં રાખીને તેના પરિવારને સ્વસ્થ અને સલામત રાખવાનો તેનો આશય હતો. લોકડાઉન અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ, રાજકીય વગ લગાવી, પૈસા ખવડાવીને એ અમદાવાદ પહોંચ્યો હતો. મિત્રના બંગલાની ડોરબેલ દાબી. અંદરના કી-હોલમાંથી બહાર ઉભેલા શામજીને જોઇને મીસીસ રમેશ અણગમા અને ઘમંડથી બોલ્યા- "આવા સમયે કોઈના ઘેર જવું તે નરી મૂર્ખતા ગણાય, પણ ગામડિયા એ સમજે?"
બહાર ઊભેલા શામજીએ આ વાત સાંભળી. તેને સમજાયું કે અમદાવાદનાં શહેરમાંથી પોતાના શુદ્ધ પર્યાવરણ ધરાવતાં ગામમાં, પ્રદૂષિત વાતાવરણ અને વૃત્તિને સંક્રમિત કરવા જેવો મૂર્ખ શામજી ન હતો.
ડોર ખુલે, એ પહેલાં જ શામજી સહી સલામત પાછો ફર્યો.
મનોજ જોશી
૯૮૨૪૫૪૩૪૯૭