સંબંધો નિભાવતા ગયા અમે તો મૂર્ખ બની,
પણ તેમણે તો નફા ખોટની ગણતરી માંડી.
હંમેશા ખોટ ભોગવીને તેમને ખુશ રાખ્યા,
તેમણે દરેકના બદલા મનમા ભરી રાખ્યા.
મનમા તો એમ હતુ કે કદર થશે એક દિવસ,
ખબર નહોતી કે આમ પાકુ સરવૈયુ બની જશે.
અમે થયા નકામા કેમ કે સંબંધોમા મૂર્ખ છીએ,
કદાચ એમના હિસાબમા અમારો નફો થયો હશે.
હા હવે અમે મૂર્ખ બન્યા સંબંધોમા કેમ કે અમે,
હિસાબ ન કરી શક્યા લાગણીઓના નફાખોટનો.
- રશ્મિ રાઠોડ
#મૂર્ખ