ઉદાસી મહેરબાન છે કે ખુશી ઓ રૂઠી જાય છે.
કે માંડ મજા આવે છે ત્યા મહેફીલ ઉઠી જાય છે.
વિરહ માં તો હુ બાંધી ને રાખુ છુ એને કસોકસ,
તો કેમ તને મળતા જ મારુ ધૈર્ય તુટી જાય છે.
પ્રેમ કર પાગલ તુ એની અફર અંતર આત્મા થી,
જવાની ના રંગ, રૂપ તો બુઢાપા માં ઉડી જાય છે.
ક્યારેક સમય પણ એવો #નિર્દય ને બેરહેમ આવે છે,
ખુશી ક્ષણભર ની ને ગમ ઉમ્રભર ના મુકી જાય છે.
પ્રેમ પંથે ચાલતા "લિખિયા" કદમો ની ફિકર મુકી દે,
ફિકર કર આંખો ની અકસર એ રસ્તો ભુલી જાય છે.
✍🏻કૃણાલ_મેવાડા