જયારે...
મારા હોવા છતાં,
મારાં નથી. કે મારામાં નથી
અથવા અત્યાર સુધી
હું એવા ભ્રમમાં હોઉં કે મારાં છે
મારા વિચારો, મારું મન
હ્રદય મારું. લાગણી કોઈની
દિમાગ મારું, વિચારો કોઈના
સમય મારો, ઇન્તેઝાર કોઈનો
જીવન મારું, સિદ્ધાંતો કોઈના
રોશની મારી, અંધારુ કોઈનું
કદમ મારા, મંઝીલ કોઈની
નામ મારું, ઓળખ કોઈની
નીંદર મારી,સપના કોઈના
હૃદય મારું ,ધબકારા કોઈના
અંતે બધું જ કોઈનું
પણ સાચું કહું...
આ જે “કોઈ” છે
એ જ મારું છે, સર્વસ્વ છે
પણ મારું જ મારું નથી
એકવાર ખુદને બીજામાં રોપીને કે રોકીને તો જુઓ
“કોઈ” ના થઈને જુઓ
બમણું થઈને પાછુ આવશે
“મારું” ભૂલી જશો
#Kavydrishty
-વિજય રાવલ