ન તાજ, ન સરતાજ જોઈએ
ન કામ, ન દામ જોઈએ
જિંદગી ભરપુર જીવવાને
બસ એક ઝીંદાદિલ જોઈએ
સ્મરણના પર્યાય જેવું એક જ નામ જોઈએ
આવકારમાં રણકાર જોઈએ
આગમનની ઇન્તેઝારીમાં ઉમળકો જોઈએ
ટોળા નહી,
ટોળામાં અલગ તારી આવે એવો એક શખ્શિયત જોઈએ
આવે ઈશ્વરને’ય અદેખાઈ, પડખે એવો એક બંદો જોઈએ
બનાવે દિવ્ય બસ એવી એક દ્રષ્ટિ જોઈએ
હક્ક સૌનો પણ, અધિપતિત્ય કોઈ એકનું જોઈએ
બનું સિકંદર પણ કોઈ એક સરનામું જોઈએ
જેમાં કોઈની ન હોય હાર એવો “ વિજય” જોઈએ.
#Kavydrishty
-વિજય રાવલ