અરે રે ઓ નિર્દય માણસ! ધનના મોહને હવે તો તું ત્યાગ.
કિંમત એની ત્યાં સુધી જ, જ્યાં સુધી તું એ કમાયો નહીં
ધનની લાલસામાં બન્યો તું નિર્દય, અરીસામાં મોઢું તો જો!
પૈસા રે પૈસા! એના મોહમાં તું જગમાં ક્યાંય સમાયો નહીં.
નિર્દય થઈ ભરી માતાપિતા એ ધનની લાલસા તારી અંદર.
દયા, કરૂણા ને પ્રેમની ભાવનાથી કદીએ તને રમાડ્યો નહીં.
બન્યો તું નિર્દય અરેરે!! ખૂન ખરાબા, ચોરી ને છેતરપિંડી!!
"પ્રીત"ભરી કરુણાથી તને કદી કોઈએ તને જગાડ્યો નહીં.
#નિર્દય