બીજાની પ્રગતિ જોઈ ન શકતા લોકો એની સામે કાવતરું કરતા ખચકાતા નથી હોતા, પરંતુ આવા લોકો સામે બળવાખોર બની પ્રતિક્રિયા આપવા કરતા આપણાં કામ સાથે જ કામ રાખવું જોઈએ. નહીં તો આપણે અટકી જઈશું.
એ લોકો આપણાં મોઢા પર ક્યારેય કશું બોલી શકવાના નથી. એ આપણી પીઠ પાછળ જ વાત કરશે, અને એ જ એમની યોગ્ય જગ્યા છે - આપણી પાછળ. એમને ગુસ્સામાં જવાબ આપીને એમની સાથે ન થવું એ જ સમજદારી છે. જે કામ માટે એઓ બોલે છે એને યોગ્ય રીતે પુરુ કરી દો. એમને જવાબ તમારા કામ કરવાની કુશળતા જ આપી દેશે એને માટે બળવાખોર બનીને પોતાની જાતને નુકસાન કરવાની કોઈ જ જરુર નથી.
#બળવાખોર