તું ઉડ, એક પંખી બની ને
જ્યાં ગમે ત્યાં જા
તારું મન કહે એ કર
કોઈ થી ડર નહિ
સુખે થી કાયમ રહે
મોજ કર તું...
મારી કોઈ રોકટોક નહિ
પણ છતાંય તને એકલું લાગે
કોઈ દિવસ રડવાનું મન થાય
તને ક્યારેય તકલીફ પડે
તું નિર્ણયો લેવા માં મુંજાય
તો મને યાદ કરજે
હું હંમેશા તારી સાથે છું