મારો બળવો સ્વયં મારી સામે
પોતાના હક્ક માટે બળવાખોર બની અન્યાય સામે લડવામાં કોઈ વાંધો નથી પણ કોઈ પણ ઉદ્દેશ વગર ફક્ત સામાવાળાને નીચો બતાવા માટે નકારાત્મક અભિગમ સાથે કોઈ ઝુંબેશ ઉઠાવવામાં આવે તો તે યોગ્ય નથી. આ તો થઈ પ્રત્યક્ષ બળવાઓની વાત.
આપણા મનમાં પણ નિરંતર વિચાર અને લાગણી વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. કોઈ વાર લાગણીઓ વિચાર પર હાવી થઈ જાય છે, તો ઘણી વાર વિચારો લાગણી પર ભારે પડી જતાં હોઇ છે. નકારાત્મકતા ને આમંત્રિત કરતી તમામ શક્તિને નાથવા આંતરિક બળવાખોર બની વૈચારિક જીત હાંસલ કરવી જરૂરી છે.
#બળવાખોર