દીકરી બનીને જન્મી હું એટલે મળી સજા મને કપરી,
હે!મારી જનેતા! તું" બળવાખોર"બનીને મારાં પર જ કેમ વિફરી??
અંધારી રાતનાં સુનસાન વગડામાં કેમ ત્યજીદેવાયેલી હું?
જ્યાં મારાં રુદનનાં પડઘાં સિવાય બીજું કોઈ જ નહોતું, તું પણ નહી માં!!!!
તારાં જ જીવ નાં અંશ ને તે કેમ કચરો માની લીધો??
જન્મ આપીને કેમ તું આટલી ઘાતકી બની ગઈ?
ઝંખતી હતી માં હું તારો જ ખોળો કાયમ માટે,
કેમ તું મને તરછોડીને જતી રહી હંમેશ માટે??
માની લીધું કે તને ડર હશે તારાં સ્નેહીજનો નો
થોડી હિમંત કરી હોત તો મા, એમાં મારો શુ વાંક હતો?
નો'તી વાત મારાં હાથ ની કે દીકરો બનીને જન્મુ તારી કુખે,
ભગવાને મને મોકલી હતી લક્ષ્મી થઈને તારાં આંગણે,
તું જ ઉદર માં હતી માત, જયારે હું નવ માસ,
ખુશ છું એ વાત થી કે ત્યારે તે આપ્યો હતો મારો સાથ!!
આયખું આખું આળોટયું, બસ તારાં જ શ્વાસો થી, જોઈ લીધી મેં "બળવાખોર" દુનિયાને ભરપૂર, તારી જ આંખો થી!!!!
✍️dr.priyavijay gorasiya
#બળવાખોર #