જ્ઞાતિ વ્યવસ્થા, ઘાતક ને બળવાખોર બની
જ્ઞાતિવાદના ઉગ્ર આંદોલનો આબાદ બની.
શોષિતવર્ગ પ્રભાવિત રહ્યો, બળવાખોર બની
સમાજ સુધારક વિવશ થયા છે, શહીદ બની
પ્રજાનો અમુક સમુદાય, બળવાખોર બને
જ્યારે તેઓ શોષણ પીડા નો ભોગ બને
બ્રહ્મા સૃષ્ટિસર્જક, વિષ્ણુ પાલક, શિવ સંહારક,
કેમ શિવજીએ ડમરુ વગાડ્યું બળવાખોર બની?
મનુષ્યના નિર્માણ થકી મનુપુત્ર સર્જ્યો બ્રમ્હાએ
મનુરચિત મનુસ્મૃતિમાં જાતિપ્રથા નિર્માણ બની
આમ જોઈએ તો હિન્દુત્વ પ્રાચીન સંસ્કૃતિ બની
સર્વ ધર્મમાં હિન્દુધર્મ વિવિધ જાતિમાં ભેદ બની
જાતિભેદમાં અસ્પૃશ્ય, ઊંચનીચ કુરિવાજ બની
એટલે માથું ઊંચક્યું છે, દલિતે બળવાખોર બની
#બળવાખોર