Gujarati Quote in Poem by Dp, pratik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલોના દ્વાર પર આવી ટકોરા યાર ના કરશો,
મહોબ્બતના દઈને જખમ ફરીથી પ્યાર ના કરશો.

હતી જે લાગણી એ બધી અમે કુરબાન કરી દીધી,
દુહાઈ પ્રેમની આપી નજરથી વાર ના કરશો.

મરણ તો થઇ ગયું મારુ જ્યારે તે આંખ ફેરવી'તી,
હવે બસ નેણ થી મારો કટારે ધાર ના કરશો.

કયામત તે દિવસ પણ હતી કયામત આજ પણ છે,
ફક્ત એક ફુલ આપી દ્યો હજારો હાર ના કરશો.

મને ક્યાં આપની યાદો કદીયે પણ ખટકતી હતી,
રહો તમ દૂર પણ મનથી જરીયે દૂર ના કરશો.

દિલોના દ્વાર પર આવી ટકોરા યાર ના કરશો,
મહોબ્બતના દઈને જખમ ફરીથી પ્યાર ના કરશો.

Dp,"પ્રતીક"

Gujarati Poem by Dp, pratik : 111469535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now