વિધાતાએ કંડારેલી કથનીનો જ શબ્દાર્થ લખું છું,
પડી અસમંજસ તો પ્રસ્તાવનામાં પ્રશ્નાર્થ લખું છું.
ખોલી જાત તો, છેક સુધી દિલથી છોલી તે લખું છું,
ઈચ્છાનો અહેસાસ પણ હવે અજ્ઞાતવાસમાં લખું છું.
અંધવિશ્વાસનું દર્દ પણ હવે બ્રેઇલ લીપીમાં લખું છું,
શૂન્યતાનો આપવા ચિતાર શબ્દ હું આકાશ લખું છું.
તૂટે બાંધ ખારાશનો તો જ અંતે તારું નામ લખું છું,
તારા રંગે જીત્યો જંગ એટલે તારો “વિજય” લખું છું.
#Kavydrishty
-વિજય રાવલ