ખારાં દિલથી કરું છું અરજ
ફગાવી ના દેવાય ફરજ આપણી, વડવાઓ તરફ ની
શાંતિ થી તમાશો ના જોવાય, ગળાંમાથી કાઢો હવે હરફ .
જાણો તો છો તમે આ હકિકત, આં સત્ય
શું આમ તબાહી મચાવી; જરુર છે કરવી, આત્મહત્યા?
ઓ બાળકો વહાલા, સમજો તમારી ગંભિર ફરજ;
છે આપણા ઉપર આપણા વડવાઓ નુ ભારે કરજ.
જે ધરમને કાજે છોડીયું હતું એમને માદર વતન ઇરાન;
જયારે પડ્યા હતા આપણી પાછળ પેલા અરબી શેતાન
ભુલો નહી તમારી ફરજ, ચુકવવાનું છે આપણે એમનું કરજ
કરું છું હૂં તમને હાથ જોડીને, ખારાં દિલથી અરજ
હવે છે બધું તમારા કાબેલ હાથોમાં; સંભાળો ધરમની ડોર.
આપો વસ્તી વધારા ઉપર અને પારસિપના પર જોર
Armin Dutia Motashaw