પોતાનું ઘર થશે કે નહીં, શું કહે છે જ્યોતિષના જોગ-સંજોગ ?
બધાનું સપનું હોય છે કે તેને પોતાનું સુંદર એવું ઘર હોય જેમાં તે પોતાના પરિવાર સાથે સુખપૂર્ણ રહી શકે. ઘણા લોકો એવા હોય છે જે અથાક પરિશ્રમ પછી પણ ઘર નથી બનાવી શકતા જ્યારે-જ્યારે થોડાક લોકોને વગર પ્રયત્ને ઘર મળી જાય છે.
આપના ભાગ્યમાં ભવન નિર્માણની શક્યતા છે કે નહીં તેની જાણકારી આપની જન્મકુંડળીથી મળી શકે છે. જેમ કે –
- ભૂમિનો ગ્રહ મંગળ છે. જન્મકુંળીનું ચોથું સ્થાન જમીન-મકાનનો છે. તેના સ્વામી (ચતુર્થેશ)ના કેન્દ્ર ત્રિકોણમાં હોવાથી ઉત્તમ ભવન પ્રાપ્તિનો યોગ દર્શાવે છે.
- જન્મ કુંડળીના ચોથા ભાવના સ્વામી (ચતુર્થેશ) કોઈ શુભ ગ્રહની સાથે યુતિ કરીને 1,4,5,7,9,10માં સ્થાનમાં હોય તો આવી વ્યક્તિને જાત મહેનતથી મકાનનું બનાવવું પડે છે, તેને ભાગ્યનો સહયોગ એટલો નથી મળતો.
- જન્મ કુંડળીના ચોથા ભાવના સ્વામી (ચતુર્થેશ) તથા લગ્ન સ્વામી (લગ્નેશ) ચોથા ભાવમાં હોય તો આવી વ્યક્તિને અચાનક બનેલા મકાનની પ્રાપ્તિ થાય છે.
- જન્મકુંડળીના ત્રીજા સ્થાનના સ્વામી કે ત્રીજા ભાવના કારક મંગળ ચોથા ભાવના સ્વામીની સાથે સ્થિત હોય તો વ્યક્તિને ભાઈથી જમીન-મકાન મળે છે.
- જન્મ કુંડળીમાં શુક્ર ચોથા ભાવમાં અને ચોથા ભાવનો સ્વામી સાતમા ભાવમાં સ્થિત હોય અને બન્ને પરસ્પર મિત્ર હોય તો આવા જાતકને સ્ત્રી દ્વારા ભૂમિ પ્રાપ્ત થાય છે.
- જન્મ કુંડળીના ચોથા ભાવના સ્વામી તથા દસમા ભાવના સ્વામી એક સાથે યુતિ કરીને શનિ કે મંગળની સાથે આવે તો આવા વ્યક્તિની પાસે ઘણા મકાન હોય છે.
- પહેલા તથા સાતમા ભાવના સ્વામી પહેલા (લગ્ન) સ્થાનમાં હોય તથા ચોથા ભાવ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો વ્યક્તિને વગર પ્રયાસે ભવન પ્રાપ્ત થાય છે.