સરળ છે કહેવું કોઇને, સદા ખૂશ રહો ,
એક વાર એમના હ્રદયમા રહી જુઓ
ચહેરા પર સ્મિત જોઇ ખૂશ ના થશો,
ઘડીક એમની ભીની આંખોમા રહી જુઓ
લાગશે દિલદાર વજનદાર એ મિત્ર,
જરા એના ખાલી ખીસ્સામાં રહી જુઓ
કોઇ કહે શાંતિ છે, એટલે માનવુ નહી,
એના હ્રદયમા શબ્દોનો ભાર જોઇ જુઓ
વટ પાડવા કોઇની મજાક ના કરશો,
એના સ્થાને તમારી જાતને મુકી જુઓ
હવે, આપણે સારા તો સૌ સારા એવું નહી
લોકો પાસે મહોરાના ભંડાર જોઈ જુઓ