💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
જીવન થઈ રહ્યું છે પસાર
સમય જતાં ન લાગે વાર
ઉગતો સૂરજ લાવે રોજ નવી સવાર
શૈશવ જાય ને જુવાની થાય તૈયાર
બાંધવાને નવાં સંબંધનો તાર
નવો ઉમળકો શોધે એ પ્યાર
આંખોમાં જોશ ને ઉમંગની ધાર
રહે સજ્જ કરવા હર કસોટી પાર
રોજ નવાં શિખરોની કતાર
સર કરવાં જાણે કરે પુકાર
હળવો થાય જુવાનીનો જરા ભાર
ત્યાં ઘડપણનો સંભળાય રણકાર
મંદ કર હવે તેજ રફતાર
જીવન થઈ રહ્યું છે પસાર
💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞