ઉગ્ર થઈ ગઈ છે પ્રજા, સરકારની નિતી પર
કોરોનાનાં નહિવત કેસ, દેશ લોકડાઉંન પર ?
નિયમો કાગળ પર રહ્યા, અર્થ પ્રભાવિત પર
આજે લાખો લોકો ચેપી, દેશ અનલૉક પર ?
ખાનગી હોસ્પિટલો લૂંટે, કોરોનાના નામ પર
સરકારે શું નિયમો કર્યા?, પ્રજાજન હિત પર
પ્રજા સતર્ક બેને, જો લક્ષણો દેખા દે શરીર પર
તુરંત ઘરમાં બેસી રહો, થાવ સેલ્ફકોરન્ટીન પર
દી આખો રહો ગરમપાણી, ઉકાળા ને નાસ પર
ઠંડા પીણા, આઇસ્ક્રીમ,બરફગોળાના ત્યાગ પર
પોતાનું પોતે ધ્યાન રાખો, નભો ના સરકાર પર
સરકાર તિજોરી ભરે , સ્વ નિર્ભર ના નામ પર
વીસલાખ કરોડની સહાય થઈ છે, જનહિત પર
અક્સો છત્રીસ કરોડ વસ્તી, કરોડની આશા પર
કોરોના વોરિયર તેહનાત છે, જંગ સામે ઉદ્ધ પર
આપણે આપવો પડે સહકાર,જંગ માટે જીત પર
#ઉગ્ર