જળ સ્તરથી શરૂ કરીને છેક તળ સુધી સમજાવે.
ઘટે આત્મબળ તો ક્યારેક કળથી પણ સમજાવે.
આઘાતનો અનુવાદ અશ્રુઓ પીગાળીને સમજાવે,
મજા ચૂપકીદીની મૂકી આંગળી હોઠ પર સમજાવે.
ઉડીને કપાય, લુંટાઈ જાત પતંગી બનીને સમજાવે,
ખીલ્લે ધરબાયેલા અરમાનોનું દર્દ જીસસને સમજાવે.
છું શૂન્યતાનો શિકારએ ઘરનો ખાલી ખૂણો સમજાવે,
ચૂકવી છે કીમત અતીત યુધ્ધનીએ “વિજય” સમજાવે.
#Kavydrishty
-વિજય રાવલ ૦૧/૦૮/૧૬