રાખે છે શર્ત પ્રેમમાં,તો લાગે કે જાણે વિનિમય કરે છે,
ને વિનિમયની મુદ્રાનું માધ્યમ પણ પાછુ મૌન રાખે છે.
બેસાડી એક પંગતે,ને વ્યહવાર કર્ણ હોય એવો રાખે છે,
હોય સ્થાપના કે હોય સમાપન શ્રદ્ધા એ સમતોલ રાખે છે.
મૂક અભિનય સમજાવવા કિરદાર આંસુનો નિભાવી જાણે છે
પડે ખપ તો સંજીવની જેવો સ્પર્શ પણ એ હાથવગો રાખે છે,
કાયમ પડુ મોડો કારણ સપનું એ વ્હેલી પરોઢનું રાખે છે.
દાસી બનવા સ્વયંને હારીને “વિજય” નો આનંદ માણે છે.
#Kavydrishty
-વિજય રાવલ