ચડિયાતો ના હોય જગતમાં મારાથી
એવો કોઈ રીઢો ગુન્હેગાર હું શોધું છું.
છટકી શકું ના ઉપરવાળાની અદાલતે
હું કલમ કોઈ એવી ધારદાર શોધું છું.
ન્યાય માંગનારને ને પણ પડે મઝા
સજા એવી કોઈ આકરી હું શોધું છું.
રીજાય ખીજ તેની, ખેંચી મારું ચામડું,
કોરડો એવો હું કોઈના હાથે શોધું છું
બની સાક્ષી નિર્દોષ પ્રેમને આપે જુબાની
વિશ્વાસ,લાગણી ભરી એવી આંખ શોધું છું.
પાપગ્રહને'ય નડું કોઈ જોષીડો જો કાઢે રાશી.
આપે મને રોજ ફાંસી એવો જલ્લાદ શોધું છું
- વિજય રાવલ