રાખી મેલ્યું એક સપનું મે માળિયે,
જડતું નથી ઠેકાણુ હવે માળિયે.
ભટકેલા સપનાને ક્યાં જઈ ખાળિયે?
છેવટે ઇ આશને નાખી મે ખાળીયે !
ઉંબરો લાંધીને હાલ આયખું ભાળીયે,
કલિંગ થઇ ઊંચે આભમાં ઉછળીયે.
વણકહ્યા દર્દ વિષ સરીખા હવે ગળીયે,
આલમનાં આલિંગન તોડી પૂરારીને મળીયે.
(કલિંગ = પક્ષી, પૂરારી = શિવ)
- Minii દવે