મન મનોરથો મેલી, લય ભાવે રહેવું,
હળવે હળવે , હળવા થઈ ને રહેવું.
શબ્દો ની અભિવ્યક્તિ હોય ગજબ,
કડવે કડવું હોય, ગળી જઈ ને સહેવું,
તડકે તપ્ત ઈચ્છા રાખે ઝાંઝવા જળ,
ટળવળે તરસ્યાં, જ્યાં પ્રેમ થી વહેવું.
વરસે ઘડીક વ્યોમવાદળી ,અમી જેવું,
ટહુકે ટહુકા ,અમૃતમય થઈ ને ગહેકવું.
જીવન મંગળમય હો, સર્વજન સુખાય,
પ્રેમના ખોળામાં માથું મૂકીને સદા રહેવું.