એક છોકરી દેખાવમાં ખૂબ સૂરત,એકદમ અમીર ખાનદાની એના અરમાન પણ ખુબ મોટા,જીવન સાથી પણ એવો જોઈએ જાણે કોઈ હીરો હોય,પૈસાદાર આમિર ઘરનો એકનો એક છોકરો હોય એવા અરમાન રાખનાર છોકરીને,એક દિવસ હૃદયમાં ખુબ પીડા ઉપડી તેને હોસ્પિટલ લઇ ગયા ત્યાં,જાણવામાં મળ્યું કે હૃદયમાં છેદ છે જીવ જોખમમાં છે,જીવન જીવવું હોય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે.
છોકરી દેખાવમાં હૂર જેવી તેના અમિર માવતરની એકની એક દીકરી,તેના પિતાએ હૃદય બદલવાની હા પાડી, હૃદય મળે એમ નહતું પણ કિસ્મત પણ કેવા સાથ આપે,એક ગરીબ ઘરની કચરું વીણવા વાળી છોકરી રોડ ક્રોસ કરતા એક્સીડેન્ટમાં મૃત્યુ પામી અને તેને પણ ત્યાં જ લાવવામાં આવી જ્યાં પેલી હુરને દાખલ કરી હતી. ડૉ ને હૃદય મળી ગયું હતું બસ ખાલી વાત કરવાની હતી બન્ને પરિવાર સાથે,વાતો થઇ ગઈ બન્ને પરિવાર માની ગયા.
મૃત છોકરીનું હૃદય પેલી હુરને આપી દીધું,થોડા સમય પછી બધું નોર્મલ થઇ ગયું,હૂર કોલેજ જવા ઘરથી નીકળી,ત્યાં રસ્તમાં તેને એક કચરો વિણ તો જુવાન તેની કાર સાથે ભટકાયો, હૂર તેને જોઈ એકદમ અચમભીત થઇ ગઈ,અને તેનું દિલ તે છોકરાને જોઈ ધડક્વા લાગ્યું.
છોકરો ત્યાંથી જતો રહ્યો,હૂર વિચારમાં પડી ગઈ આવા છોકરા માટે મારુ દિલ કેમ ધડકે છે?? દેખાવમાં નથી મારી બરાબરીમાં નથી.
હૂર વિચારોના વમણમાં ઘેરાતી ગઈ,પણ કોઈ જવાબ ન મળે,ઘરે પણ ગુમ સુમ રહેવા લાગી,તેની મમ્મી ને ખબર પડી કે વાત શું છે,તેની મમ્મી એ કહ્યું કે તેના શરીરમાં જે દિલ છે તે કોઈ ગરીબ છોકરીનું છે.
હૂર એની ભાળ લેવાનું વિચાર્યું અને અંતે ત્યાં પહોંચી જ્યાં પેલી ગરીબ છોકરીનું ઘર હતું,અને તેને એ પણ ખબર પડી કે એ જે કચરું વીણવા વાળા છોકરાને જોઈ વિચારતી હતી તે પેલી ગરીબ છોકરીનો પ્રેમી હતો,જેને પેલી ગરીબ છોકરી ખુબ પ્રેમ કરતી હતી. પણ છોકરો તેને ફક્ત પસંદ કરતો હતો.
હૂર તે જાણી આશચર્યમાં મુકાઈ ગઈ,હવે તેની સામે બે રસ્તા છે કા તો જેણે જીવન આપ્યું એને ગમતા વ્યક્તિ સાથે પ્રેમ કરે કા તો પોતાના અરમાનોને જીવંત રાખવા વાત દબાવી દે....
બોલો શું કરવું જોઈએ છોકરીને????
😊😊😊😊😊😊😊😊😊😢