સમય પણ આપણી રાહ જોતો તને યાદ છે ?
કરતાં’તા વેશપલટો મળવાને તને યાદ છે ?
પ્રણયની પ્રથમ પ્રતિક્ષાનો રોમાંચ તને યાદ છે ?
હસી હસીને બન્ને ભરતાં આંખે પાણી તને યાદ છે ?
લાગી તરસે મુક્યા’તા તે હોઠ પર હોઠ તને યાદ છે ?
હાથના તકિયે સુવડાવી,તું જાગતી રાત તને યાદ છે ?
મને જમાડવા ખાતી તું જુઠી કસમ તને યાદ છે ?
મારી હિચકી પર હતો તારો એકાધિકાર તને યાદ છે ?
ક્ષણને યુગમાં ને યુગોને ક્ષણમાં જીવતા તને યાદ છે ?
આપવા માત જિંદગીને ગજવે રાખતા “વિજય” તને યાદ છે ?
#Kavydrishty
વિજય રાવલ