ના બંધાય વાયદા માં કે વચનો માં....એ છે પ્રેમ..
બસ કોઈના માટે અમસ્તો ય નિભાવી જાય ..એ છે પ્રેમ...
જોઈ ને રાસલીલા કૃષ્ણ ની ...એકલી રાધા નહિ....
મીરાં પણ દોડી આવે એ છે પ્રેમ....
વરસાદી મોસમ માં ફૂંટતી કૂંપળ ને નચાવે...એ છે પ્રેમ..
આંસુ ને હાસ્ય નો એકસાથે નો સમન્વય એ છે પ્રેમ...
માં ના કૂખ ને શોભાવતું હર એક સંતાન...એ છે પ્રેમ...
પિતાની છત્રછાયા ને હરદમ ઝંખતું સંતાન...એ છે પ્રેમ..
ના કોઈ લેણદેણ ના કોઈ ઓળખાણ....લગ્ન માં પરિણમતો સબંધ છે પ્રેમ....
જન્મતી કોઈના માટે અંતર ની એ લાગણી છે પ્રેમ...
આ માનવસૃષ્ટિ ને જીવંત રાખતી એક માત્ર શોધ છે પ્રેમ....