જ્યારે પ્રલયના 10 હજાર વર્ષ રહેશે ત્યારે થશે આવી ઘટના !
હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ચાર યુગ જણાવવામાં આવે છે. સતયુગ, ત્રેતા યુગ, દ્વારપર યુગ, કલિયુગ. આ ચાર યુગોની સમાપ્તિ પછી પ્રલય થાય છે.
અત્યારે ત્રણ યુગ પસાર થઈ ચુક્યા છે સતયુગ, ત્રેતા અને દ્વાપર આ સમયે કલિયુગ ચાલી રહ્યો છે. કલિયુગની સમાપ્તિ પહેલા શું-શું થશે, આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે –
दस हजार बीते बरस, कलि में तजि हरि देहि।
तासु अद्र्ध सुर नदी जल, ग्रामदेव अधि तेहि।
આનો અર્થ કેટલાક વિદ્વાનોએ આ પ્રકારે કહ્યો છે કે જ્યારે કલિયુગના દસ હજાર વર્ષ બાકી રહ્યા હશે ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી છોડી દેશે. જ્યારે પાંચ હજાર વર્ષ બાકી હશે ત્યારે ગંગાનું જળ પૃથ્વી છોડી દેશે અને જ્યારે અઢીહજાર વર્ષ બાકી રહેશે ત્યારે ગ્રામ દેવતા છોડીને ચાલ્યા જશે.
આ બાબતમાં એવું માનવામાં આવે છે કે કળીયુગમાં અધર્મ એટલોવધી જશે કે ન થવાનું થશે. પાપ અને અત્યાચાર હદથી વધારે વધી જશે. પૃથ્વી પર સૂર્યની ગરમી વધી જશે.
ધરતીના સમસ્ત જળસ્ત્રોત સૂકાઈ જશે. શાસ્ત્રો અનુસાર ચારો યુગના ક્રમ સતત ચાલ્યા કરે છે અને કલિયુગ પછી પ્રલય થાય છે. આવી સ્થિતિઓમાં જ્યારે પ્રલય આવનાર હોય છે ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી છોડી દે છે જે વરાહ રૂપે તેણે ધારણ કરેલી છે.
ગંગા નદીનું જળ પૃથ્વી છોડી દેશે અર્થાત ગંગા નદી પણ સૂકાઈ જશે. ગ્રામ દેવતા ધરતીને છોડી દેશે અર્થાત દેવી-દેવતાઓનું પૂજન-કર્મ ઓછું થઈ જશે. ધર્મનો નાશ થઈ જશે અને અધર્મ વધી જશે. ભગવાન શિવ જ પ્રલયના દેવતા માનવામાં આવે છે અને તેના પ્રલયથી જ્યારે પૃથ્વીનો નાશ થશે ત્યારે ફરી પૃથ્વી રચવામાં આવશે.