"અમથાઓને"
અબુધ અમથા ધારી લઈને જ્ઞાન તમારા દયોમાં.
સ્વના મૂળીયાં શોધો,નબળો બાપને મારાં કયોમાં.
થોડાક થોથા વાંચી કાઢતાં માધવ ભલા મળેના?
આહીર અમે માણ્યો એને લડાઈ અમથી લ્યોમાં.
મોંઢા ખુદનાં સુંધી લ્યો,ચોગઠા જરાં ઉંઘી લ્યો.
હદ વગરના હૂપ હૂપ કરતાં વાનર ખાલી રયોમાં.
હેત અમારાં હરિવર પરના ભારે પડશે ભૂંડાઓ.
જ્યાં ત્યાંથી ગોતી ગોતી દાખલા ખોટાં દયોમાં.
મોજમાં રહો લઈને ખાલી નામ તમે 'દેવ' નટવરનું
રક્તમાં વહેતો રાખીએ, સખણાં હવે તો મરોના.
અબુધ અમથા ધારી લઈને જ્ઞાન તમારા દયોમાં.
સ્વના મૂળીયાં શોધો,નબળો બાપને મારાં કયોમાં.
દેવાયત ભમ્મર:-૭/૦૬/૨૦૨૦
#શાંત