#શાંત
અરે! થોભી જા, થોભી જા! રોજ કહું છું આ મન રૂપી ઘોડા ને. પણ એ ક્યા માને છે?
એને તો શાંત રેહવું જ નથી, એ તો દોડ્યા જ કરે છે...
ક્યારેક ભૂતકાળ ની સ્મૃતિઓ વાગોળવામાં અને
ક્યારેય ન સાચા પડવાના સપનાઓ માં,
ક્યારેક કાલ્પનિક દુનિયાં માં,
ક્યારેક ભવિષ્ય ની ચિંતાઓ માં.
એક ક્ષણ પણ એને શાંત રેહવું નથી!
અને આમતો એ સાચું જ છે ને!
એજ તો મન નું કામ છે.
પણ એ સાચી દિશા માં હોય ત્યા સુધી.
કેમકે શાંત ચિત્ત તથા સ્થિર મન જ
વર્તમાન પરિસ્થિતિ માં આપણને જીવતા શીખવાડે છે.