#શાંત
# શાંતિ
# શાંતિપૂર્ણ
" લગ્નના ગરબા અને ગ્રહ શાંતિમાં તમારી અવગણના મારાથી જરાય છૂપી નથી. પ્રસંગ વગર તો ઠીક પણ પ્રસંગમાં કવિતાએ આવું ન હતું કરવું જોઈતું. કવિતાએ પોતાના ભાઈ ભાભીને આગળ કર્યા તેનો મને જરાય અણગમો ન હતો પણ તમારી સાથેનું કવિતાનું વર્તન તમારી સાથે સાથે મને પણ જરાય ગમ્યું નથી. જો કે તમે જે ગણો તે મોટાભાઈના ઘરનો આ છેલ્લો પ્રસંગ છે. આ પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પતી જાય પછી તમારે જે કરવું હોય તે કરજો. " આ બધુ શારદાબા મોટાભાઈના ઘેર લગ્નમાં જવાની ના પાડતા પોતાના નાના પુત્ર કવચ અને પુત્ર વધુ કશ્તી ને સમજાવી રહ્યા હતા. આથી કમને તો કમને પણ કવચ અને કશ્તીએ પ્રસંગમાં હાજરી આપી પ્રસંગ શાંતિથી પતાવવો જ રહ્યો.