નમસ્કાર 🙏🙏🙏
🌷કદાચ, ઇશ્વર પણ માણસના અમાનવીય કૃત્યોથી ત્રાહિમામ્ થઇ ગયો હશે. માટે જ તેણે માનવજાતને ઘરમાં જ પૂરાઇ રહેવા ફરમાન કર્યું હશે....!!
🌷ઇશ્વર માનવજાત ઉપર મહેરબાન છે. મનુષ્યને ઇશ્વરે પોતાનાથી બનતી બધી જ તાકાત, બધીજ હોંશિયારી, બધીજ ચાલાકી, બધીજ આવડત છુટ્ટા હાથે આપીને તેને એક સંપૂર્ણ માણસ બનાવ્યો છે પણ માણસે પોતાની આવડતનો દુરુપયોગ કર્યો છે.
🌷અને તેથી જ કદાચ ઇશ્વર માણસ ઉપર રુઠી ગયો છે અને તેથીજ તે માણસજાતને આ રીતે સજા આપી રહ્યો છે.
🌷હવે આપણે કોરોનાપ્રૂફ થઇ જીવવું જ પડશે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન શોધાઇ નથી. ત્યાં સુધી વધુ સાવચેતી રાખવી જરૂરી છે.
🌷લોકડાઉનનો સમય હવે પૂરો થયો છે.દરેકને પોતાની ફરજ ઉપર હાજર થવું આવશ્યક બન્યું છે. તેવા સમયે દરેકે પોતાની જાતને બચાવવા માટે પોતે જ સાવચેતીરૂપે સોસીયલ ડિસ્ટન્સ રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત બની જાય છે.
🌷અને આ રીતે આપણે પોતે જ આપણી જાતને બાચાવી શકીએ તેમ છીએ. જે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે.
- જસ્મીન