Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કિંમતી તો ઘણું બધું હોય છે. ઘરેણાં, ઘર, જમીન, સોનું, ચાંદી........
પણ આ સિવાય પણ ઘણી બાબતો એવી છે જે આનાથી વધુ કિંમતી છે - કોઈકની યાદો, મિત્રો સાથે વિતાવેલા દિવસો, કોઈ ખાસ વ્યક્તિ સાથેની પળો, વ્યક્તિએ મેળવેલ સિદ્ધિઓ વગેરે.
પરંતુ સૌથી વધુ કિંમતી છે તમે કોઈને એની જરૂરતનાં સમયે આપેલ સાથ સહકાર અને સમય. અણીના સમયે જ્યારે આપણે કોઈને મદદ કરીએ ત્યારે એ આપણા એ ઉપકારને ક્યારેય ભૂલતા નથી.
જ્યારે આપણે કોઈ ઘરડાં ઘરની મુલાકાતે જઈએ ને ત્યારે ખબર પડે કે કોઈની સાથે વિતાવેલો સમય કે બે ઘડી કરેલી વાતો કેટલી કિંમતી હોય છે. ઘણાં બધાં વડીલો ત્યાં કોઈ એમને મળવા આવે એની રાહ જોઈને બેઠા હોય છે. એમનાં ઘરનાં ન હોય પણ બીજુ કોઇ વ્યક્તિ પણ એમની સાથે બેસીને એમનાં હાલચાલ પૂછે ને તો એટલાં ખુશખુશાલ થઈ જાય છે કે આપણને પણ એમને છોડીને આવવાનું મન થતુ નથી. ત્યારે એમનાં ચહેરા પર દેખાતું સ્મિત સૌથી કિંમતી હોય છે. આ મારો જાત અનુભવ છે. આવો જ અનુભવ આપણને અનાથ આશ્રમમાં પણ થાય છે.
આવો જ અનુભવ પ્રાણીઓ સાથે પણ થતો હોય છે. આનું તાજેતરનુ ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયાનાં જંગલમાં લાગેલી આગ. ત્યાંની જે બચાવ ટુકડી હતી એમણે બચાવ કામગીરી દરમિયાન જે પ્રાણીઓને બચાવ્યા હતાં કે પાણી પાયું હતું એ પ્રાણીઓ જ્યારે તેમને ફરીથી મળ્યા ત્યારનો જે એમની મુલાકાતનો વિડીયો જોયો એ ખૂબ જ ભાવુક હતો. એ પ્રાણીઓએ જે પોતાની લાગણી એમની સમક્ષ રજૂ કરી હતી એ જોવાલાયક હતી. પોતાને બચાવનાર પ્રત્યે આદર હતો, ખુશી હતી એમને ફરીથી જોવાની. શું આનાથી વધારે કિંમતી કોઈ ક્ષણ હોઈ શકે કે એક અબોલ પ્રાણી પણ તમારી મદદ પ્રત્યે આટલો અહોભાવ દર્શાવે?
કોઈકને માટે બર્થ ડે પાર્ટી એટલે સૌથી કિંમતી ક્ષણ, જેમાં એકબીજા પર કેક લગાવીને એનો બગાડ કરવાને કેટલાંક લોકો ઊજવણી સમજતા હોય છે જ્યારે કોઈને ખાવાનું મળી જાય એ જ દિવસ કિંમતી બની જાય છે. કોઈકને માટે મોજ મજા, હરવા ફરવાનનું, ખાવા પીવાનું, નવા નવા કપડાં કે ચીજોની ખરીદી કરવી એ જ મજા છે જ્યારે કોઈકને માટે પોતાનુ સ્વાસ્થ્ય જ કિંમતી છે.
આપણો દ્રષ્ટિકોણ જ નક્કી કરે છે કે આપણાં માટે વધુ કિંમતી શું છે? દરેકના પોતાનાં વિચાર અને જરૂરિયાતને આધારે જ કોઈ પણ બાબતની કિંમત આંકવામાં આવતી હોય છે.
#કિંમતી

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111463463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now