કિમતી તો ઘણું છે આ દુનિયામાં. પણ દરેકની કિંમત અંકાતી નથી.
માતાનો પ્રેમ, પિતાનું વહાલ ને ભાઈ બહેનનો સ્નેહ.
કોણ આંકી શકે કિંમત આ સંબંધોની...
સૌથી ઉપર દોસ્તી..જેનું કોઈ જ મૂલ્ય નથી.
આ બધું જ બેહદ કિમતી છે.
પણ હાય રે માનવ ! આધુનિક બનવાના ચક્કર માં તેં આ સંબંધોને પણ ન છોડ્યા.
માતા પિતા બોજ બનવા લાગ્યા ને ભાઈ બહેન મિલકત માટે લડ્યા, નો દોસ્તી કમાણી કરવાના ચક્કરમાં પાછળ છોડી આવ્યા.
જીવનની ઢળતી સાંજે એકલતા કોરે ત્યારે સમજાશે કિમત આ કે શું ખોઈ આવ્યા.
#કિંમતી