આજે એની ઘણી જ ખોટ વર્તાય છે,
આટલા શબ્દો પણ એને ક્યાં કહેવાય છે ?
અડીખમ ઊભો છું હું એની સાથે જિંદગીના દરેક પડાવમાં,
"આજે જરૂર છે મારે તારી" એમ કહેતા પણ દિલ ખચકાય છે !
ભૂલી જઈશ હું તને એમ તો ક્યારેય નહીં કહી શકું હું,
દરેક શ્વાસોશ્વાસમાં પ્રેમ તારો જ તો હૈયે ઉભરાય છે !
દૂરી બનાવવા માંગે છે તું, અને સાથ પણ ઝંખે છે મારો ઉમ્રભર,
કેવુ છે આ પાગલપન પ્રેમનું, યાદોમાંથી પણ ક્યાં બહાર નીકળાય છે !
ખુદની ચિંતા કર્યા વગર, તારા જ સુખમાં દીઠું હરદમ મેં તો મારું સુખ,
ખબર નહીં તોય, નિઃસ્વાર્થ ભાવે ચાહવાની જ સજા મને અપાય છે !
@ નીરવ પટેલ "શ્યામ"
06/06/2020, ૧:૪૫am