જંગલો વિકસતા જાય છે,
ને, જંગલો કપાતા જાય છે.
વાત ભલે બહું સાદી લાગે,
પણ વર્ષો સમજતાં થાય છે.
બંધ બારણે મેળવી ઠંડક,
ધરા નભ ઉકળતાં થાય છે.
અખૂટ અપેક્ષા પૂરી કરતાં,
બેજુબાન રઝળતાં થાય છે.
પ્રકૃતિ જેહની માત સમાન,
ચીર તેનાં જ ખેંચાતા જાય છે.
શાણો માણસ ક્યારે સમજશે?
જન્મ દેતાં શી પીડા થાય છે !!
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
(વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સૂક્ષ્મ વિચારબિંદુ)
... ચાલો, યથાશક્તિ સૌ પ્રકૃતિ માતાની રક્ષા કરીએ.🙏