આ ઝરણા ના વહેણ સમા નીર થવું છે ,
બસ, જિંદગી મા સતત ચાલતા રહેવું છે.
મંઝિલ સુધીનો માર્ગ શોધતા રહેવું છે,
આ પંથને પારખતા રહેવું છે ,
બસ,જિંદગી મા સતત ચાલતા રહેવું છે.
સમય સાથે એનો સુર મિલાવવુ છે,
સુર ને અંતરનાદ કરવું છે,
બસ, જિંદગી મા સતત ચાલતા રહેવું છે.
કેડી ના કાંટા ને હટાવવા છે,
ને, પથ્થર ના પગથિયાં કરવા છે,
બસ,જિંદગી મા સતત ચાલતા રહેવું છે.
M. G. gadhvi