બે મતલબની વાત ભૂલી હસતા રહોને યાર,
ખુશીયોની થોડી આપ લે કરતા રહોને યાર.
જીવન છે રંગીનીયત રંગોમાં એક રંગ આપ,
સંબંધમાં બનીને પ્રેમરંગ ઉભરતા રહોને યાર.
એકલતામાં જીવતા એનું જીવન છે જંજાળ,
દોસ્ત મળ્યા સવા લાખના જીવતા રહોને યાર.
હું બની તારો સારથી તને દરિયો કરાવું પાર,
રથ ડૂબે ભલે ડૂબતો સંગ તરતા રહોને યાર.
પળમાં ગુસ્સો મો પર તાળા બૌ હઠીલા યાર,
કોઈ નમે તો પ્રેમથી માફ કરતા રહોને યાર.
પ્રેમ છે મુજને તુજથી,તુજમાં પણ છે પ્રેમ,
પ્રેમમાં ક્યારેક પ્રેમથી મળતા રહોને યાર.
સંત નથી કોઈ માનવી સંબંધ છે વિશ્વાસ,
આપ'પ્રતીક'વિશ્વાસનું ફળતા રહોને યાર.
Dp,"પ્રતીક"