કશાય મતલબ વગર, ચૂપચાપ બેસી રહ્યો,
જ્યાં શ્વાસમાં, તલબ ,બેમતલબ થાય છે;
ઉલ્ફત રંગીલી છે, એવી સમજદારી બધે છે,
બેરંગી અસ્તિત્વ માં, નૂરાની તલબ થાય છે;
વાતો ના વડા કરે સદાય , જ્ઞાન ગંગા વહાવી
જીભ તો રસ સ્વાદમાં , તો લબ લબ થાય છે
પ્રેમ ની અનુભૂતિ કરાવે ,ગજબ ખેલ અહિયાં
હદય કુંજ ખરેખર , અહીં ધબધબ થાય છે
આનંદ જિંદગી એક સફર છે, માનવ તણી ને
રંગીનીઓ માં નજર પૂતળી, ઝબઝબ થાય છે ્