હે પ્રભુજી, તમારું બધું ગજબ છે
કોઈ ઘર , દુકાન, કારખાનું, ઓફીસ મહિનાઓથી બંધ હોય તો સૌ પહેલાં એ જગ્યા ની પાણી થી સફાઈ કરાય છે...
આજે ૧ જૂન થી આંશિક રૂપે બધાં lockdown માંથી બહાર આવશે.
પ્રભુજી એ રાત ના બધું planning કર્યુ ને બ્રહ્મ મુહુર્ત થતાં થતાં તો બધે વરસાદ મોકલી દીધો.
ભીની માટી ની મંદ મંદ ખુશ્બુ અને વાતાવરણ માં AC કરતાં સારી કુદરતી ઠંડક કરી દીધી.
ધરતી જે આટલા દિવસો થી બંધ પડી હતી...તેની સફાઈ કરી દીધી...
જાણે આપણને સંકેત કરતા હોય...કે જા દીકરા સફાઈ થઈ ગયી છે...હવે જોશ અને ઉત્સાહ થી ફરી કામે લાગી જા...
પણ જોજે ફરી રાહ પરથી ભટકતો નહિ,
કુદરત વિરુદ્ધ કાર્ય કરતો નહિ,
માણસાઈ ને સર્વોપરિ દરજ્જો આપજે,
ભૌતિકવાદમાં અટવાતો નહિ,
ચિંતા ના કરીશ ...
તું સ્વસ્થ હૃદય અને મન થી સરળતા થી કાર્યરત રહીશ તો હું તારી સાથે જ છું...
જા, જિંદગી ની નવેસર થી શરૂઆત કર.
Jay Shree Krishna
🙏 🙏🙏🙏🙏