સુશોભિત કર્યું હતું ઘર અને ઘરનું આંગણું. હતો અવસર નવા વર્ષનો. રાહ જોતાં બેઠી હતી કે આવશે બધા ઘરે મળવા. સુશોભન કરવા કેટલો સમય લીધો હતો કે કોઈક આવે તો સારુ લાગે. મોબાઇલથી પણ દૂર રહી હતી. અંતે કંટાળીને જોયું તો ઘણાં બધા મળવા આવ્યા હતા પણ મેસેજમાં. લાગે છે મોબાઇલ સુશોભન કરવાનો હતો અને મેં ભૂલથી ઘરનું આંગણું અને ઘરનું સુશોભન કરી નાખ્યું.
#સુશોભન