Gujarati Quote in Thought by Rajeshwari Deladia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુશોભન એ બે શબ્દોનો બનેલો શબ્દ છે.સુ+શોભન

આજે આપણે બધા જ દરેક વસ્તુનુ સુશોભન કરવામાં માનીએ છીએ. ઘર હોય તો ઘરનું પણ સુશોભન કરીએ છીએ. કે પછી કોઈ વાનગી હોય તો વાનગીનું પણ સુશોભન કરીએ છીએ. આપણે દરેક જાણીએ છીએ કે આપણે આ સુશોભન શા માટે કરીએ છીએ. આ સુશોભન આપણે દરેક વસ્તુને સુંદર બતાવવા માટે કરીએ છીએ. જેવી રીતે આપણે અન્ય વસ્તુ કે આપણી પોતાની જાતને સુંદર બનઆવવાનો પ્રયત્ન કરીએ છીએ.એટલું જ સુંદર આપણે આપણા મનને બનાવવુ જોઈએ.મનને સુંદર બનાવવા માટે મનનું પણ સુશોભન કરવું ખૂબ જ જરૂરી છે.મનનું સુશોભન આપણે આપણા વિચારો દ્વારા બનાવી શકીએ છીએ.
જો આપણા વિચારો આપણે હકારાત્મક રાખીએ તો આપણુ મન પણ સુંદરતાથી સુશોભીત થઈ જાય છે.

આ સુંદર વિચારો આપણને પ્રભુનું ધ્યાન કરવાથી અને સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે.

એટલે જ કહુ છુ,

સુશોભન કરવું હોય તો બહારથી નહી પરંતું પોતાના આંતરનિરીક્ષણનું કરવું જોઈએ.

રાજેશ્વરી
#સુશોભન

Gujarati Thought by Rajeshwari Deladia : 111458861
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now