જીવનમાં એટલા પણ આગળ ન નીકળી જવું કે પાછળ કોણે કોણે સાથ આપ્યો હતો એ પણ યાદ ન રહે. આગળ નીકળવા માટેની મહેનત તો આપણે જ કરવાની છે પણ એ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈકે તો મદદ કરી જ હોય છે. એ લોકોને ક્યારેય ભૂલવા નહીં. મિત્રોની પાસેથી મદદ મળશે, પ્રોત્સાહન મળશે અને ટીકાકારો પાસેથી કામ કરી બતાવવાનો જુસ્સો. આમ, આગળ વધવા માટે જેટલા સાથીદારો જરુરી છે એટલા જ ટીકાકારો.
હું તો માનું છું કે ટીકાકારો વધુ મદદ કરે છે, કારણ કે એમની ટીકાથી આપણે ભલે એમને કામ કરીને બતાવીશ એવું વિચારીએ પરંતુ આખરે તો એ બાબત આપણને આપણાં કામમાં આગળ વધવાની પરોક્ષ પ્રેરણા જ છે. અને ટીકા એની જ થાય છે જે પ્રગતિ કરી રહ્યા હોય, જે કંઇ નથી કરતા એનાં ન તો વખાણ થાય છે ન તો ટીકા. માટે ટીકાથી ગભરાયા વગર આગળ વધતા રહેવું.
#આગળ