દૂરથી સ્હેજ બસ એક નજર માંડીને જોયું તો જિંદગીનો છેલ્લો પડાવ નજીક આવી રહ્યો હોય એવું લાગ્યું .
બે હાથ ફેલાવી મીઠા સ્મિત સાથે આવકારી રહી હતી .
આગળ ડગલું ભરુ એ પહેલાં થયું , જરા એક નજર તો કરું .. પાછળ શુ ચાલી રહ્યું છે . ?? '
ચારે તરફ લોકોના ચહેરા પર વ્યસ્તતા નજર આવી રહી હતી . સૌ પોતપોતાના કાર્યમાં ગૂંથાયેલા હતા .
પોતાના બે હાથ લાંબા કરી ઉભેલી જિંદગી મારા ચહેરા પરની અકળામણ જોઈને હસ્તા હસ્તા પૂછવા લાગી
' પાછળ શુ જોવે છે ?
' કંઈ નહીં બસ લોકોની વ્યસ્તતા ... '
તારી નજરને હજુ થોડી પાછળ લઈ જા , જ્યાં તને તારું જ પ્રતિબિંબ નજર આવશે . તું પણ તારી જિંદગીમાં એટલો જ વ્યસ્ત હતો . તારી વ્યસ્ત જિંદગીમાં તને પણ ઘણા સવાલો ઉભા થયા હશે , ઘણા અનુભવો થયા હશે ., મુશ્કેલીઓ પણ આવી હશે , અને એ સમયે તે તારી જાતે જ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરળ રસ્તા શોધ્યા હશે ....
હવે એ લોકોને જીવવા માટે મોકળાશ આપ , એમને એમની જાતે રસ્તા શોધવા દે , એમને આત્મનિર્ભર બનવા દે .....
એમ પણ હવે તો લોકોની જિંદગી સોશ્યિલ મીડિયાએ છીનવી લીધી છે .
જે પાછળ છૂટી ગયું છે એને છૂટવા દે એ લોકોને એની જિંદગી જીવવા દે ,
તારે તો હવે ન કોઈ જવાબદારી કે ન કોઈ બંધન , જિંદગી કદાચ અઘરી હતી પણ હવે તો હળવીફુલ છે .
હવે તું ફક્ત તારી જાત સાથે જીવ ,
તારી જાતને પંપાળ , એને સ્નેહ કર , તું તને જ પ્રેમ કર , કેમ કે જેને પ્રેમ કરીયે છીએ એની સાથે જીવવું ગમે છે , તને તારી સાથે રહેવું ગમશે ,
' તને ખબર છે ? આજકલ challenge accepted ચાલી રહ્યું છે , તો તું તારી જાતને જ challenge કર..ને .. ,
ચાલ હું તને challenge કરું છું હો.. તને ખૂબ ગમશે , તને ખૂબ વ્હાલી લાગશે તારી જિંદગી ,
જેવી છે , જેટલી છે અને જેવી પરિસ્થિતિમાં છે , પણ એ તારી છે જિંદગી .....
પોતાના હોઠો પર આંગળીઓ લઈ જઈ પોતાની પાછલી જિંદગીને બાય બાય કરી ફ્લાયઇંગ કિસ આપી...
અને હસ્તા ચહેરે મારી જિંદગી મારા અંતિમ પડાવ તરફ ચાલી નીકળી ..
🌹🌹🌹🌹🌹🌹
:- મનિષા હાથી